25 Chapters
બિસ્મિલ્લાહ હિર રહમાનિર રહીમ
પ્રસ્તાવના
ઇલ્મ - જ્ઞાન
یُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۵﴾
યોફસ્સેલુલ આયાતે લેકૌમિંય યઅ્લમૂન
(સૂ. યુનુસ, આ. ૫)
તે (અલ્લાહ) વિસ્તારથી વર્ણવે છે. આયાતો તે લોકોના માટે જેઓ જાણવા ઇચ્છે છે.
જેઓને ઇલ્મ શીખવાનો શોખ છે, જેઓને ઉમંગ છે. તેઓના માટે કલામુલ્લાહ ઇલ્મનો ખજાનો છે.
نَبِّـُٔوۡنِیۡ بِعِلۡمٍ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۴۳﴾ۙ
નબ્બેઉની બેઇલ્મિન ઇન કુન્તુમ સાદેકીન.
(સૂ. અન્આમ, આ. ૧૪૩)
મને કોઇ ઇલ્મની બુનિયાદ પર બતાવો અગર તમે સાચા છો.
وَ لَقَدۡ اٰتَیۡنَا دَاوٗدَ وَ سُلَیۡمٰنَ عِلۡمًا ۚ وَ قَالَا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ فَضَّلَنَا عَلٰی کَثِیۡرٍ مِّنۡ عِبَادِہِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۵﴾
વલકદ આતયના દાવુદ વ સુલયમાન ઇલ્મા, વકાલલ હમ્દો લિલ્લાહિલ્લઝી ફઝ્ઝલના અલા કષીરિમ મિન એબાદેહિલ મુઅ્મેનીન.
(સૂ. નમ્લ, આ. ૧૫)
નાચીજ
ઈબ્રાહીમ બી. પટેલ