Jindagini 6 manjilo



Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader


અલ્લાહતઆલાના તમામ સર્જનોમાં ઇન્સાન બેહતરીન સર્જન છે. ઇન્સાન અલ્લાહની સર્વશ્રેષ્ઠ મખલૂક છે. કુરઆનમાં જ્યાં ઇન્સાનની પૈદાઇશનું વર્ણન છે ત્યાં અલ્લાહ ફરમાવે છે : "બેશક અમે ઇન્સાનને બેહતરીન આકારમાં પૈદા કર્યો છે.’’ (સૂ. તીન, . 4). ઇન્સાનના શરીરના એક એક અવયવની પૈદાઇશ અને તેની ગોઠવણીમાં અલ્લાહની હિકમત છુપાએલી છે. ઇન્સાનની અક્કલ અને રૂહ પણ અલ્લાહનું શ્રેષ્ઠ સર્જન છે. કુરઆનમાં અલ્લાહતઆલા ઇન્સાનની પૈદાઇશની મંઝિલોનું વર્ણન કર્યા પછી છેલ્લે ફરમાવે છે : "બરકતવાળો છે તે ખુદા જે પૈદા કરવાવાળાઓમાં સૌથી બેહતર છે.’’ (સૂ. મોઅમેનૂન, . 14).

ઇન્સાન જ્યારે કોઈ ચીજ બનાવે છે તો તેની પાસે પહેલાંથી એક માદ્દો (મટીરીયલ) હોય છે જેનાથી તે કોઈ ચીજ બનાવી શકે છે. પણ અલ્લાહના માટે કોઈ માદ્દાનું હોવું જરૂરી નથી. બલ્કે તે અસલ માદ્દાનો પણ ખાલિક છે અને માદ્દાથી પણ ચીજો બનાવે છે.

ઇન્સાને પોતાની જાત પર ચિંતન મનન કરવાની જરૂર છે. જેવી રીતે પ્રખ્યાત હદીસમાં આવ્યુ છે કે ""જેણે પોતાના નફ્સને ઓળખ્યો તેણે પોતાના રબને ઓળખ્યો.’’ ઇન્સાન જ્યારે પોતાના નફ્સની મઅરેફત તરફ ધ્યાન આપે છે તો સ્વભાવિક છે કે તેના ઝેહનમાં અમુક પ્રશ્ર્નો ઉત્પન્ન થશે. હું કોણ છું ? કઈ રીતે મને પેદા કરવામાં આવ્યો છે ? શા માટે આવ્યો છું ? ક્યાં જઈ રહ્યો છું ? વિગેરે. જેટલા બેહતર તરીકાથી આ પ્રશ્ર્નોના જવાબ પ્રાપ્ત કરી શકશે તેની મઅરેફતમાં વધારો થશે. જેમ ઇન્સાનનું ઇલ્મ વધશે તેના વિચારોમાં ગહનતા આવશે અને પોતાના રબની મઅરેફત બેહતર તરીકાથી પ્રાપ્ત કરી શકશે.

ઇમામ જઅફર સાદિક (અલ.) ફરમાવે છે : ""તે ઇલ્મ જે ઇન્સાનને કમાલ, પૂર્ણતા તરફ લઈ જાય છે મેં ચાર ચીજોમાં જોયુ: સૌપ્રથમ આ કે પોતાના ખુદાને ઓળખો. બીજું આ કે જાણો તે હિકમતવાળા ખુદાએ તમારી પેદાઇશમાં શું હિકમત કરાર દીધી છે. ત્રીજુ આ કે તમે જાણો અલ્લાહે તમારાથી શું ચાહયુ છે અને ચોથુ તમે તે ચીજને જાણો જે તમને તમારા દીનથી બહાર લઈ જાય છે.’’

અલ્લાહની મખલૂક પર વિચાર વિમર્સ ઇન્સાનને અલ્લાહની મહાનતા, તેની ઓળખ અને તેની બંદગી તરફ લઈ જાય છે. અલ્લાહ આપણાથી શું ચાહે છે અને કઈ ચીજોથી રોકે છે તેની ઇન્સાનને ખબર હોવી જોઈએ. જો ઇન્સાનને પોતાના દીનના દુશ્મનની ઓળખ ન હોય, કઈ ચીજો તેને દીનથી દૂર કરે છે તેનું ઇલ્મ ન હોય, ટૂંકમા મઅરેફત ન હોય, તો તે હલાકત, નાબુદી તરફ જઈ રહ્યો છે.

ઇલ્મ અને તરબિયતનો ઇન્સાનોની વિકાસ વૃદ્ધિ, રૂહાની પ્રગતિ પર ઘણો અસર થાય છે. બેહતરીન અખ્લાક ઇન્સાનને દુનિયા વ આખેરતમાં કામ્યાબી અર્પણ કરે છે. એક બાળક સમાજના નિર્માણમાં તે પહેલી ઈંટનો મકામ રાખે છે કે જેને સહી તરબિયત આપવામાં આવે તો આખી ઇમારત સીધી ઉભી થાય છે. ચાહે તે ઇમારત કેટલીય ઊંચી કેમ ન હોય.

બેહતરીન તરબિયતની સૌપ્રથમ ઝિમ્મેદારી મા-બાપના ખભા પર છે. કારણકે ઘર બાળકનો સૌપ્રથમ મદ્રસો છે અને વાલેદૈન સૌપ્રથમ ઉસ્તાદ માનવામાં આવે છે. એટલા માટે પૈગંબરે અકરમ (સલ.)એ ફરમાવ્યુ : ""દરેક બાળક ઇસ્લામી ફિતરત પર પૈદા થાય છે પરંતુ આ મા-બાપ છે જે તેને યહુદી કે નસરાની બનાવી દે છે.’’ એક બાળક પાક-સાફ દિલ લઈને આવે છે. પ્રથમ અસર તો મા-બાપની તાલીમ અને તરબિયતનો જ હોય છે. મુસલમાન ઘરમાં પેદા થએલું બાળક મુસલમાન તો રહે છે પણ તેની અમલી જિંદગીમાં મા-બાપની તરબિયતનો ઘણો અસર રહે છે.

વહાલાં વાંચકો આ કિતાબમાં કુરઆન અને સુન્નતની સ્પષ્ટતા મુજબ તે છ મંઝિલોનું વર્ણન થયુ છે જ્યાંથી ઇન્સાન પસાર થાય છે. આ કિતાબ ઇલ્મ અને જાણકારીમાં વધારો કરશે, આ સાથે તરબિયતને લગતી વાતો પણ ઘણી સારી વર્ણન થઈ છે. કિતાબના પ્રથમ ભાગમાં એક થી પાંચ મંઝિલોનું વર્ણન છે. અને બીજા ભાગમાં છટ્ઠી મંઝિલ કયામતનું વર્ણન આવશે ઇન્શાઅલ્લાહ.

તફસીર તવઝીહુલ કુરઆન ભાગ-3 આ કિતાબ પછી પ્રકાશિત થશે. દુઆ છે કે અલ્લાહતઆલા આ નાની કોશીશને કબૂલ ફરમાવે અને મારા મરહુમ વાલિદ ઇબ્રાહીમ બી. પટેલને જન્નતમાં એહલેબૈત (અલ.)ની પાસે જગ્યા અતા ફરમાવે.

નાચીજ

મૌલાના હુસૈનઅહમદ પટેલ

૧) પહેલી મંઝિલ : આલમે ઝર્ર (રજકણોની દુનિયા)

ઇન્સાનમાં દીન માટેની સંવેદના

૨) બીજી મંઝિલ : આલમે અસલાબ

વારસાગત ગુણો

તફરા (આકસ્મિક કુદકો)

તફરાના કારણો

જિનીનના (તે બાળક જે માંના ગર્ભમાં હોય) સર્જનમાં ખોરાકનો અસર

સંભોગ માટે મકરૂહ સમય

જિમાઅ (સંભોગ) માટેના મુસ્તહબ સમય

૩) ત્રીજી મંઝિલ :'મા’ નું પેટ

જનીન (ગર્ભાશયના બાળક) ની જિન્દગીની શરૂઆત કોશ (cell) થી થાય છે

મુકદ્દસ (પવિત્ર) હદીસો

બદાઅનો મસઅલો

૪) ચોથી મંઝીલ : આલમે દુનિયા

જિન્દગીમાં કમાલ (પરિપૂર્ણતા, પ્રગતિ) પ્રાપ્ત કરવાનો રસ્તો

પોતાની જાતને કમાલ (પુર્ણતા) સુધી પહોંચાડવું

જાતી રીતે કમાલનું દષ્ટાંત

હઝરત સુલેમાન (અલ.)ની પરહેઝગારી અને કનાઅત (થોડાક પર રાજી રહેવું)

વાસ્તવિક, સાચા કમાલ (પૂર્ણતા) સુધી પહોંચવાનું રહસ્ય

૫) પાંચમી મંઝીલ : આલમે બરઝખ

આલમે બરઝખમાં આનંદ અને તકલીફની સંવેદના

આલમે બરઝખના અસ્તિત્વ પર દલીલો

રીવાયતો, હદીસોથી આલમે બરઝખ પર દલીલો

ઇજમાઅની દલીલ

અલ્લાહને માનનારા ફિલોસોફરોના કથનો

આલમે બરઝખ પર અકલી દલીલ

મોમિન માટે હશરના દિવસ પહેલાની સજા

મુન્કિર નકીરના પ્રશ્ર્નો

મુડદાઓને મુન્તકેલ (સ્થળાંતર) કરવાવાળા ફરીશ્તાઓ

નક્કાલા (મુન્તકિલ કરનારા) ફરીશ્તાઓનો એક કિસ્સો

સૈયદ નેઅમતુલ્લાહ જઝાએરીનું બયાન

ફિશારે કબ્ર (કબ્રનું ભીંસવું)

શેખ મુફીદ (રહ.) નું કથન

મૌતની હકીકત

કબ્રનો અઝાબ

કબ્રના અઝાબમાં હળવાશ

મય્યતના માટે બીજાઓના નેક આમાલ

પોતાના મુરદાઓ પર રહેમ કરો

કબ્રની ઝિયારત માટે જવું